એ બે એક સ્વરૂપ2016. દિવાળી પછીના દિવસો. બેંગ્લોરના એક ગાર્ડનમાં હું સવારે 7 વાગે મોર્નિંગ વૉક લેવા જઇ રહ્યો છું. તાજી ઠંડી હવા, લાલ,ભૂરાં પીળાં ફૂલોથી લચી પડેલું ઉદ્યાન. ટીશર્ટ, ટ્રેક, સ્પોર્ટ્સ શૂઝ ચડાવી દોડતું તાજું યૌવન. સાથોસાથ તાલ મિલાવતી પ્રૌઢાવસ્થા. દોડતાં, ભાગતાં શહેર સાથે એણૅ પણ કદમ મિલાવવા પડે.મારી બાજુમાંથી એક પીળી સાડી પહેરેલાં પાતળાં, સાગના સોટા જેવાં ટટ્ટાર, ગોરાં અને સિલ્વર ફ્રેમના ચશ્માં પહેરેલાં પ્રૌઢ સન્નારી પસાર થયાં. પાછળ કોબ્રા નાગ જેવો જાડો ચોટલો ઝૂલતો હતો. એમાં કેસરી ફૂલોની વેણીની સેર નાખી હતી. અમારી નજર મળી. મેં આછું સ્મિત આપ્યું, એમણૅ સ્મિત આપું કે નહીં એ દ્વિધામાં હોઠ