મારું ઘર હું પૂર્વી આજે કેટલાય વર્ષો પછી અતીતની જૂની યાદોને ફંફોસવા બેઠી છું..... મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી હું... મને બરાબર યાદ છે વતનનું અમારું એ નાનકડું એવું ઘર.... પરંતુ, એ ઘરની યાદો આજેય મારા મનમાં ભવ્ય રીતે સંજોવાયેલી છે.... મારા બાળપણના એ ઘરની શેરીમાં બહેનપણીઓ સાથે, મિત્રો સાથે હું ઘર-ઘર રમતી તે આજેય મને યાદ છે. ત્યારે મારું ઘર રમતનો એક ભાગ હતો પરંતુ, આજે મારું ઘર એ એક વાસ્તવિકતા છે. આજે જાણે મને લાગે છે કે રમત રમતી વખતે ઘર-ઘરની રમત રમવાની ખૂબ જ મજા આવતી... બહેનપણીઓ સાથે મળીને રસોઈ બનાવવાનું... સાથે ફરવા જવાનું..... ઘરને સજાવવાનું મને