ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-18

(63)
  • 4.6k
  • 2
  • 2.3k

(કિઆરા એલ્વિસની લાઇબ્રેરી જોઇને સમજી ગઇ કે આ લાઇબ્રેરી રાતોરાત બનાવવામાં આવી છે.તેણે અ બાબતનો ખુલાસો માંગતા એલ્વિસે તેની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો.કિઆરાએ તેની સામે દોસ્તીનો હાથ વધાર્યો.તેમની લવ કમ ફ્રેન્ડશીપનો અનોખો સંબંધ શરૂ થયો.અહીં અહાનાએ કિઆરા કોલેજ નથી આવતા જણાવતા જાનકીદેવી ચિંતામાં હતાં.આયાન અને અહાના પણ ત્યાં હાજર હતાં.) એલ્વિસે કિઆરાને જાનકીવિલાની ગેટની બહાર ઉતારી. "થેંક યુ સો મચ.માય ડેશિંગ ફ્રેન્ડ.તમે પણ અંદર આવોને."કિઆરા ગાડીમાંથી બહાર નીકળતા બોલી. "નહીં ફરી ક્યારેક.ઘરે જવામાં પાછો એક કલાક થશે અને કાલે સવારે શુટ પણ છે."આટલું કહીને એલ્વિસે ગાડીને યુ ટર્ન માર્યો." અહીં જાનકીવીલામાં જાનકીદેવી,શ્રીરામ શેખાવત,અહાના અને આયાન હાજર હતાં. "કયા જઇ