પ્રાયશ્ચિત - 7

(72)
  • 10.1k
  • 8.8k

પ્રાયશ્ચિત- પ્રકરણ ૭દુનિયામાં બધા જ માણસો સરખા નથી હોતા. કેટલાક લોકોને તમાશો જોવામાં બહુ જ રસ હોય છે. આવા જ કોઈ પડોશીએ સાંજે પોલીસ સ્ટેશને ફોન કરી દીધો. " સાહેબ પટેલ કોલોની શેરી નંબર ૪ માં એક છોકરીએ બપોરે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. સમયસર મેડિકલ સારવાર મળતાં છોકરી તો બચી ગઇ છે પરંતુ એ લોકોએ પોલીસ સ્ટેશનને જાણ નથી કરી. એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ હતી એટલે મેં આપને ફોન કર્યો. " અને એ જાગૃત નાગરિકે મિસ્ત્રી પરિવારનું એડ્રેસ પણ આપી દીધું અને પોતે પોતાના મકાનના આગળના વરંડામાં ખુરશી નાખીને પોલીસ જીપની રાહ જોતો બેસી ગયો. અડધી કલાકમાં લગભગ સાંજે સાત