પ્રાયશ્ચિત - 6

(78)
  • 10.7k
  • 1
  • 9.2k

પ્રાયશ્ચિત પ્રકરણ-૬ કેતનની આ વાત સાંભળીને જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા એકબીજાની સામે જોઇ રહ્યા. એમના તો માન્યામાં જ નહોતું આવતું કે જીવનમાં અચાનક આટલું મોટું પરિવર્તન આવશે !! દોઢ લાખ એ બહુ મોટી રકમ હતી. ખરેખર તો જયેશને મહિને એવરેજ પચાસ હજાર જેટલી આવક થતી હતી. એમાંથી પંદર હજાર તો માલવિયાને એ પગાર આપતો. જામનગર જેવા શહેરમાં બહુ મોટા ખર્ચા નહોતા એટલે પાંત્રીસ હજારમાં તો આખું ઘર ચાલી જતું. જ્યારે કેતન શેઠ દોઢ લાખ પગારની વાત કરતા હતા. એના માટે ખરેખર આ અધધધ રકમ હતી !! " હું મજાક નથી કરતો જયેશભાઈ. હું એકદમ સિરિયસ છું. મને તમારા જેવા