સેવાના પર્યાય ડો.ઇલાબેન ભટ્ટ “દરેક કામમાં જોખમો તો હોય જ છે, દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે,પણ તે અગત્યનું નથી, તમે તેની સાથે શી રીતે તાલ મિલવો છો તે જ ખરું આહ્વાન છે.” આ શબ્દો છે સેવાના પર્યાય તરીકે જેમને સહુ ઑળખે છે તે ડો. ઈલાબેન રમેશ ભટ્ટ ના. નારી સશક્તિ કરણનું ઉતમ ઉદાહરણ તથા પદ્મશ્રી અનેપદ્મ વિભૂષણ ઉપરાંત તેમને રેમન મેગ્સેસે ઍવોર્ડ (૧૯૭૭), રાઈટ લાઈવલીહુડ પુરસ્કાર જેવા મહા એવોર્ડ મેળવનાર, Seva (સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસીએશન)ના સ્થાપક,મહિલાઓ માટેની સહકારી અને ટ્રેડ યુનિયન ચળવળના પ્રણેતા ડો. ઈલાબેન રમેશ ભટ્ટ ની આજે જન્મતિથિ છે. ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના અમદાવાદમા જન્મેલા આ મહિલા એક સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વ્યક્તિ છે . તેઓ કાયદાના સ્નાતક છે. અને આંતરરાષ્ટ્રીય મજૂર, સ્ત્રીઓને લાગતા વિષયો, લઘુ ધિરાણ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે જોડાયાં હતાં. તેમણે ૧૯૭૨માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)