વસુધા - વસુમાં - પ્રકરણ-7

(60)
  • 7.8k
  • 4.8k

વસુધાપ્રકરણ-7 દિવાળીબેન ઘરે આવેલાં અને પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બંન્ને ખૂબ આનંદમાં હતાં. દિવાળીબહેને આવીને ગુણવંતભાઇ અને ભાનુબહેન સંબંધથી સ્વીકારીને ખૂબ ખુશ છે એમ કીધું પછી ઉર્મેર્યું કે આપણી વસુધા ખૂબ હોંશિયાર અને સ્વરૂપવાન છે એમને આવી છોકરી ક્યાં મળવાની ? વસુધા હિસાબ જોતી જોતી મોટેરાંઓની વાતો સાંભળી રહી હતી એ વિચારોમાં પડી ગઇ કે આ લોકો મારાં લગ્ન કરાવવા ઉતાવળા અને અધીરા થઇ ગયાં છે મારાં લગ્ન થવાનાં એ કુટુંબનાં માણસો કેવા હશે ? મને ત્યાં ફાવશે ? એ પિંતાબરે ભણવાનું છોડી દીધું છે કેમ એવું કર્યું હશે ? હું તો ત્યાં જઇને પણ ભણવાની પણ અહીંથી જવાનું કેમ ગમશે