એક પૂનમની રાત પ્રકરણ-39 દેવાંશ અને વ્યોમા એમની ઓફીસ પહોંચે છે અને ત્યાં બધાંજ હાજર હોય છે. કમલજીત સર બધાને કંઇક સંબોધવા જાય છે અને વ્યોમા એની ચેરમાંથી ચક્કર ખાઇને નીચે પડે છે. દેવાંશ એની ચેર પરથી ઉઠીને વ્યોમા વ્યોમા કરતો એની પાસે જાય છે. અને ત્યાં બેઠેલો કાર્તિક દેવાંશ સામે જોઇને લૂચ્ચુ હસે છે. કમલજીત સર પણ વ્યોમા પાસે પહોચે છે. વ્યોમાને ચક્કર આવી ગયેલાં. દેવાંશ એને પક્કડીને બેસાડે છે અને વ્યોમા સામે જુએ છે. વ્યોમાનો ચહેરો સફેદપુણી જેવો થઇ ગયો હોય છે જાણે એનાં શરીરમાં લોહીજ ના હોય. કમલજીત સર તરતજ પાણી મંગાવે છે વ્યોમાની બાજુમાં બેઠેલી રાધીકા પાણી