સટ્ટો! રૂપિયાનો કે જીવનનો?? - ભાગ-3

(11)
  • 4k
  • 1
  • 1.4k

ઇન્સ્પેક્ટર વિક્રમ લાલાને પડતા બચાવી લે છે, પણ પોતાની સગી આંખે જોયેલું દ્રશ્ય, વિક્રમ જેવા જાંબાઝ અને કાબેલ ઓફિસરનાં પણ હાડકા ખખડાવી નાખે, એવી ચીતરી ચડાવતા હતા. સામે ત્રણ લાશ પડેલી હતી, જેમાં એક સ્ત્રી, અને બે પુરુષ ની હતી. સ્ત્રીનું ગળુ ચીરીને હત્યા થઈ હોય એમ એની ગરદન પર મોટો ચિરો હતો. જ્યારે બે માંથી એક પુરુષનું માથું ધડથી અલગ થઈને પડ્યું હતું. માથું કાપતી વખતે જ લોહીની ધાર લિવિંગ રૂમમાં ઉપર લગાવેલા ઝુમ્મર પર ઉડી હતી. એ ધારથી ઝુમ્મરનું એક ભાગ લાલ થઈ ગયો હતો. નીચે પડેલ માથા વગરના