લવ બાઇટ્સપ્રકરણ-73 સ્તવન, આશા, મયુર મિહીકા થીયેટરમાં આવ્યાં. પોતપોતાની સીટ પર બેઠાં છેક છેલ્લી સીટમાં આશા પછી સ્તવન એ પછી મયુર અને મીહીકા બેઠાં. એમને એમકે ટીકીટ મળશે કે કેમ ? પણ એ જે રો માં બેઠાં હતાં એમાં એ ચાર જણાંજ હતાં અને બીજા છેડા પર થોડાંક બેઠાં હતાં. કબીરસીંગ મૂવી સ્ટાર્ટ થયું. સ્તવન એની જગ્યાએ બેઠો પછી એને એવું મહેસુસ થયું કે એની નજીક આશા બેઠી છે પણ કદાચ સ્તુતિ પણ હાજર છે એવું લાગ્યું પણ એણે સ્તુતિમાંથી ધ્યાન હટાવી આશાનો હાથ પોતાનાં હાથમાં લઇને મૂવી જોવા લાગ્યો. મૂવી ઘણું રસપ્રદ લાગી રહેલું અને સતત પ્રેમમાં પરોવાયેલો નાયક