અર્જુનના મોબાઈલમાં મેસેજ બીપ વાગતા મોબાઈલ ચેક કરે છે તો અર્જુન આશ્ચર્ય ચકિત થઈ મોબાઈલ રાજને બતાવતા બોલે છે લો જુઓઆ સંદેશો રાજ તો મેસેજ જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. ગળગળા અવાજે બોલવા પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી.હવે આગળ.... રાજ તો ખુશીનો માર્યો મેસેજ વાંચી સ્તબ્ધ થઈ ગયો. ક્ષણિક વારમાં સ્પ્રિંગ ઉછળે તેમ ઉછળી પડ્યો ને અર્જુનને ભાન ભૂલી ખુશીથી ભેટી પડ્યો. થેંક્યું સર... થેંક્યું. એમાં આભાર શાનો એ તો તારો હક છે. તારી મહેનત અને લગનથી આ પ્રતિષ્ઠા અને પદવી પ્રાપ્ત કરી છે. 'હું તો માત્ર નિમિત્ત છું'. આસપાસ ઉભેલા બધા જ ઇન્સ્પેક્ટર