અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-1 પ્રસ્તાવના આ લઘુવાર્તા સત્યઘટના ઉપર આધારિત ઈન્ડીયન એરફોર્સના એક એવાં પાઈલટની છે જે યુદ્ધ જેવાં સંજોગોમાં સરહદની બીજી બાજુ ફસાઈ જાય છે. સત્યઘટના ઉપર આધારિત હોવાં છતાં વાર્તાને રોમાંચક બનાવવા કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે. આમ આ વાર્તા સત્યકથા અને કલ્પાનાનું મિશ્રણ છે. વાર્તા લખવાનો ઉદ્દેશ્ય કોઈની ફિલિંગ્સ હર્ટ કરવાનો કે કોઈની ઈન્સલ્ટ કરવાનો બિલકુલ નથી. તેમજ વાર્તા ફક્ત મનોરંજનનાં ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. આ સિવાય આપણી ઈન્ડીયન એરફોર્સના જાંબાઝ જવાનોને એક નાનકડું સેલ્યુટ કરવાનાં ઉદ્દેશ્યથી લખાઈ છે. વાર્તા લખતી વખતે શક્ય એટલાં Real Facts જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે.