સામાન્ય માનવી મજૂરી કરી પોતાનાં બાળકો ને સારી સ્કૂલમાં ઊંચી ફી ભરી સાથે ઊંચા ફી ના ટ્યુશન બંધાવે.બાળકને કોઈ કમી ના રહી જાય માટે પોતે પેટે પાટા બાંધી સખત મજૂરી કરી બાળકના ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કરે છે. આવો જ એક જીવતો જાગતો દાખલો મેં જોયો.મારી નજર અને વરસોથી ટ્રાયબલ વિસ્તારમાં દુર્ગમ જંગલમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પહોંચી છે,જયાં સરકાર નથી પહોંચી શકી.સરકારી પશુપાલનની ઓફિસમાં એક ખાનદાન આદિવાસી પરિવાર ચોકી થી માંડી બધુજ કામ પુરી ધગશ થી કરતો હતો. તેમને બે બાળક તેમાં એક દીકરી એક દીકરો. મોટી દીકરી દીકરા કરતાં ભણવામાં વધુ હોંશિયાર. રોજમદાર