અનાથ

  • 2.3k
  • 786

ડભોડા નામના નાનકડા ગામની આ વાત છે. સમીર પોતાની પત્ની અને મમ્મી સાથે ખૂબજ પ્રેમ અને શાંતિથી રહેતો હતો. સમીરને જન્મથી જ એક ખોડ હતી. તેને ડાબા હાથમાં ખાલી અંગૂઠો અને છેલ્લી આંગળી બે જ હતાં વચ્ચેની ત્રણ આંગળીઓ હતી જ નહીં. ડૉક્ટર સાહેબને બતાવવામાં આવ્યું પણ આ કુદરતી ખોડ હતી તેથી તેનો કોઈ ઈલાજ થઈ શકે તેમ ન હતું. સમીર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેણે પોતાની આ તકલીફ સાથે જીવવાનું શીખી લીધું હતું. સમીર સ્વભાવે ખૂબજ શાંત,ધીર ગંભીર અને બુદ્ધિશાળી છોકરો હતો. તેને તેનાથી મોટા બે ભાઈ હતાં, બંનેના લગ્ન થઈ ગયા હતા.હવે સમીરનો વારો હતો