ૐ (આગળના ભાગમાં અભિજીતભાઈ ઘરના બધા સભ્યોને આલોકના ભૂતકાળ વિશે કહે છે. હવે આગળ...)આલોકની વાત સાંભળ્યા પછી બધા શાંત હતા અને બધાની આંખો પણ ભીની હતી આથી મેહુલ હળવું વાતાવરણ કરવા બોલ્યો, "વાહ...કુદરતની કરામત.. વાહ...આપણને આપણો આલોક પાછો મળી ગયો... ભગવાનનો આભાર."રીમાંબહેન બોલ્યા, "હા, હો મેહુલ, તે સાચું કહ્યું, ભગવાનનો આભાર માનીએ એટલો ઓછો છે."રીતેશભાઈએ કહ્યું, "પેલા, કારવાળા બહેનનો પણ આભાર માનવો પડે હો...""હા, જો તેમણે પોતાની ચિંતા કરી હોત અને ત્યાંથી ભાગી છૂટ્યા હોત તો કદાચ આલોક...પણ તેમણે આલોકની ચિંતા કરી અને તેને હોસ્પિટલે પહોંચાડ્યો."રાહુલભાઈએ કહ્યું.અભિજીતભાઈ બોલ્યા, "અમે તે બહેનને કદી ભૂલી નહિ શકીએ....તેનો સ્વભાવ કેવો સારો હતો. હજુ તે