અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૪શોભબહેન પોતાના પતિની આંખોનો ગુસ્સો જોઈને રીતસર ડઘાઈ જ ગયા. આટલા વર્ષોમાં રમેશભાઈએ ક્યારેય ગુસ્સામાં વળતો જવાબ પણ નહીં આપ્યો અને આજે બધા જ વર્ષોનો એક ઝાટકે હિસાબ રમેશભાઈના શોભાબહેનના ગાલ પર પડેલ એક તમાચાએ કરી નાખ્યો. જરૂરી નથી કે દરેક વાત શાંતિથી કહેવાથી વાત કહેનાર વ્યક્તિ સમજે, પણ બીજીવાર યોગ્ય વિરોધ થયો હોય તો એ વ્યક્તિ એલફેલ