મોજીસ્તાન - 40

(18)
  • 4.5k
  • 1.8k

મોજીસ્તાન (40) ખાટલામાંથી બેઠા થયેલા મીઠાલાલને દુકાનમાં જઈ ટેમુને ઢીબી નાખવાનું મન થયું.પણ તરત જ થોડા દિવસ પહેલા બાબા સાથે નાસ્તો કરતા ટેમુને ખીજાવાનું જે પરિણામ આવ્યું હતું એ યાદ આવતા જ કડવીની કડવીવાણી પણ સાંભરી આવી. ટેમુ એની માતાનું રક્ષાકવચ ધરાવતો હોવાથી એને હવે કંઈ કહેવા જતા પત્નીનો ગુસ્સો ફાટી નીકળવાની બીક હતી. પિતા બહાર ઓસરીમાં જ સુતા હતા એ ટેમુ જાણતો હોવા છતાં હવે એને બીક રહી ન્હોતી ! "લે વ્હાલી નાસ્તો તો કર.કેટલા દિવસે તું આવી.હું તને બહુ જ મીસ કરતો હતો ડિયર.ક્યાંય કરતા ક્યાંય મને ચેન પડતું ન્હોતું." "ઓહ..ટેમુડા તું મને આટલી બધી મીસ