મોજીસ્તાન - 39

(11)
  • 4k
  • 1.6k

મોજીસ્તાન (39) ''વળી પાછું હું થિયું..'' એમ બબડતું ગામલોક દવાખાને દોડી આવ્યું.આજકાલ ગામમાં ન બનવાની ઘટનાઓ બની રહી હતી. જાદવાની ટોળીને બાબાએ મેથીપાક આપ્યો, પોચા પસાહેબ ટેમુની દુકાનના ઓટલા પરથી પડી ગયા અને આજ હબો અને પશવો બથોબથ આવ્યા હતા. ડો. લાભુ રામાણી એમની ખાસ નર્સ સાથે 'ચિકિત્સા' પર ચર્ચા કરી રહ્યા હતા એ સમયે વંટોળીયાની જેમ બાબો ધસી આવ્યો હતો. "ક્યાં છે ડોકટર સાહેબ, ક્યાં છે.. જલ્દી ચાલો. મારા પરમ પૂજ્ય પિતાશ્રી એમના જીવનના છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે.જો તેઓ સ્વર્ગે સિધાવી જશે તો ન થવાનું થશે.એમના પ્રતાપે આ ગામ પર આવતી આફતો આઘી રહી છે.. ધરતીકંપને એમણે તપના