મોજીસ્તાન - 38

(11)
  • 3.4k
  • 1.5k

મોજીસ્તાન (38) તભાભાભા ઘેર આવીને ચૂપચાપ અંદરના ઓરડામાં જતા રહ્યાં. આજે થયેલું અપમાન એમને હાડોહાડ લાગી ગયું હતું.ગોરાણી સમજ્યા કે શરીરમાં મજા જેવું નહીં હોય, એટલે એ તરત જ. પાછળ પૂછપરછ કરવા આવ્યા.. "તે હેં હું શું કવ સુ..? કેમ તમે સુનમુન થઈ ને ઘરમાં ગરી જ્યા છો ? મજા નથી કે શું ? તો દાગતરને ફોન કરવો છે ? બાબાને બોલાવવા મોકલવો છે ?" "તમેં અત્યારે મને કંઈ પૂછોમાં.આ ગામનું હવે શું કરવું એ મારે વિચારવું પડશે.તમેં ના ન પાડી હોત તો તો ક્યારનું બાળીને ભસ્મ કરી નાખત, પણ રવજીની વહુ છાશ આપી જાય છે એટલે શું થાય !