મોજીસ્તાન (34)"હેલો હુકમચંદજી..બરવાળાથી ઇન્સ્પેક્ટરનો ફોન હતો.જાદવાએ સામો કેસ કર્યો છે.કે છે કે અમારી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમને ચાર જણને માર મારીને એ નાસી ગયેલ છે.અને કાવતરાનો ખોટો કેસ કરીને અમારી આબરૂ બગાડી છે..એટલે બાબા પર કાયદેસર કરવાનું કે છે.તો કેમ કરવું..?" તભાભાએ બીજા દિવસે સવારમાં જ હુકમચંદને ફોન કર્યો."હું શું કવ છું..? ઈ તો થાવાનું જ હતું ભાભા..કાલ્ય મેં કીધુતું તમને, કે દસક હજાર દેવી તો આપડું ધાર્યું થાય.પણ તમારે હંધુય મફતમાં જ કરાવી લેવું છે.તખુભા હવે ઇ લોકોની પડખે ચડ્યા છે.કાલ્ય જઈને છોડાવી પણ લાવ્યા છે.મેં તો નિયા લગણ (ત્યાં સુધી) હાંભળ્યુ છે કે હવે ઇવડાઈ ચારેય બાબાના