મોજીસ્તાન - 32

(12)
  • 3.6k
  • 1.6k

મોજીસ્તાન (32)જાદવની શેરીમાં મચેલા ઉત્પાત પછી જડી અને ધુડા સાથે એની શેરીની ડોશીઓ અને બીજા બધા દવાખાને દોડી આવ્યાં હતાં. દવાખાનામાં અવ્યવસ્થા સર્જાઈ હતી. ડો.લાભુ રામાણી, બે નર્સ અને એક કમ્પાઉન્ડર, એમ કુલ ચાર જણના સ્ટાફને ગામલોકો ઘેરી વળ્યાં હતાં. પેલા ચાર જણને ડોક્ટરે પાટાપિંડી કરી ત્યારે પણ છેક અંદર સુધી આ બધું જોવા અને જાણવા ગામલોકો ઘૂસી ગયા હતા. સરકારી દવાખાનામાં જનરલ વોર્ડ જેવો એક હોલ હતો, જેમાં દસ બેડ હતા.એમાંથી ચાર બેડ પર આ ચાર જણને સુવડાવ્યા હતા. જાદવાના મોંમાં ધૂળ નાખીને બાબાએ એના મોં પર ઢીકા માર્યા હોવાથી એના બે દાંત પડી ગયા હતા અને ગાલ પર સોજો