મોજીસ્તાન - 31

(13)
  • 3.9k
  • 1
  • 1.7k

મોજીસ્તાન (31)બાબો ઘેર આવ્યો ત્યારે ખૂબ ગુસ્સામાં હતો. જાદવની ટોળકીને માર મારતી વખતે એણે બુલેટનો અવાજ સાંભળ્યો હતો. બાબો તરત સમજી ગયો કે તખુભા આવી રહ્યા છે. જાદવ તખુભાનો ખાસ માણસ હતો એ પણ બાબો બરાબર જાણતો હતો. એટલે તરત જ એ કપાસના પાકમાં ઘૂસીને નાસી આવ્યો હતો, છતાં એની દાઝ હજી ઉતરી નહોતી."તખુભા નો આવ્યા હોત તો સાલાઓને જીવતા ન છોડત. મને મારવાના કાવતરા કરે છે! અરે તમે ચાર હતા..પણ ચાલીસ હોવ તોય હું પોગી જાઉં એવો છું એ તમે હજી જાણતા નથી.. મારા આ બાહુઓમાં એક હજાર હાથીનું બળ છે..એક પાટુ મારુ તો આ પૃથ્વીને ધ્રૂજાવી નાખું. જાદવા