શેખર પોતાની કાર પાર્ક કરીને તરતજ જેટ એરવેઝના ઈન્કવાયરી કાઉન્ટર તરફ દોડ્યો હતો અને મુંબઈથી આવતી ફ્લાઈટની પોઝિશન પૂછી હતી તો જાણવા મળ્યું કે ફ્લાઇટ તો અડધો કલાક પહેલા આવી ગઈ છે. એ નિરાશાને હતાશા માં ત્યાં સામે પડેલી બેન્ચ પર બેસી પડ્યો. "નક્કી, નક્કી મારી નોકરી જવાની." પોતાની ફિક્સ ઈન્કમ આમ હાથમાંથી જવાની ચિંતામાં એને ભરશિયાળે પરસેવો છુટવા માંડ્યો. એને રડવું આવતું હતું. પોતાની થનારી પત્ની પર ગુસ્સો આવતો હતો. હવે પૃથ્વીને શું જવાબ આપવો એવા વિચાર એના મગજમાં ચાલતા હતા. આખરે દસ મિનિટ પછી એ બેન્ચ પરથી ઉભો થયો. અને ત્યાં પાર્કિંગ લોટ પાસે ઉભેલા ટેક્સી ડ્રાઈવર પાસે પહોંચ્યો અને સરલાબેન વિષે પૂછપરછ શરૂ કરી. "ભાઈસાહેબ અભી કુછ દેર