તલાશ - 14

(51)
  • 6.2k
  • 4k

જે વખતે પૃથ્વી બેહોશ થયો એ પછીની લગભગ 2 મિનિટ પછી શેખરે એને ફોન લગાવ્યો હતો. પણ પૃથ્વી બેહોશ હતો.એ વખતે જીતુભા આરામથી ઊંઘતો હતો. તો એ વખતે કંટાળીને શેખરે ફોન બંધ કરીને કાર એરપોર્ટ તરફ ભગાવી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે "પ્રભુ આજની મુંબઈથી અત્યારે આવતી ફ્લાઇટ અડધો કલાક લેટ કરાવી દો." પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હતું. કેમ કે ફ્લાઇટ ઓલરેડી લેન્ડ થઈ ગઈ હતી અને સરલાબેન બહાર આવ્યા હતા. બહાર લોકોને રિસીવ કરવા આવનારમાં શેખર દેખાયો નહીં એટલે એમનું દિલ ધબકારો ચુકી ગયું અને એ મનોમન બોલ્યા "મને હતું જ એ ટાઈમ પર નહીં જ પહોંચે. પ્રેમમાં પડ્યો છે પણ ઓહ્હ આજે