• ‘કર્ષતી ઇતિ કૃષ્ણ’ જે તમને પોતાની તરફ આકર્ષિત કરે છે. • ‘જે આકર્ષે એ ‘કૃષ્ણ.‘ • કૃષ્ણ મને એટલેજ ગમે છે. એ ઉમંગ છે ઉત્સાહ છે. એ જીવતા શીખવે છે. દોડતા શીખવે છે. પછડાવ તો ફરી પાછા બેઠા થતા એજ શીખવે છે. એ આનંદ છે. મોરપીંછના રંગ છે. ભગવાન તો ખરા જ પણ ઉત્તમ મિત્ર છે. પ્રેમી છે, સખા છે. નટખટ બલગોપાલ છે. માખણ ચોર છે. જે તમને સહજ મનુષ્ય થઈ રહેતા શીખવે છે. જેનામાં કોઈ દંભ નથી. જેના કોઈ જડ નિયમ નથી. જે તમને પ્રેમ કરતા શીખવે છે. જે તમને પોતાના થઈ રહેતાં શીખવે છે. અને છતાં બીજાના