ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-16

(59)
  • 4.6k
  • 1
  • 2.4k

(કિઆરા એલ્વિસના ઘરની અંદર સિક્યુરિટીને લાત મારીને ધુસી ગઇ.તેણે એલ્વિસના ઘરને યુદ્ધના મેદાનમાં પરિવર્તિત કરી દીધું.અંતે તે એલ્વિસના ખોળામાં જઇને સ્વિમિંગ પૂલમાં પડી.એલ્વિસને વિન્સેન્ટે કરેલી ગડબડ વિશે ખબર પડી.કિઆરાનો ગુસ્સો એલ્વિસની બાંહોમાં આવીને શાંત થઇ ગયો.તે એલ્વિસના બેડરૂમમાં એલ્વિસના કપડાં પહેરીને બાલ્કનીમાં એલ્વિસના બ્લેંકેટને ઓઢીને કોફી પી રહી હતી.તેટલાંમાં વિન્સેન્ટ એલ્વિસ સાથે ત્યાં આવે છે.માફી માંગવા માટે.) વિન્સેન્ટ અને એલ્વિસ એલના બેડરૂમની બહાર આવીને ઊભા રહ્યા.તે લોકો દરવાજો ખખડાવીને અંદર જતાં જ હતાં.તેટલાંમાં હાઉસ મેનેજર અને સિક્યુરિટી ઇન્ચાર્જ ત્યાં આવ્યાં. "સર,અમે સોરી કહેવા માટે આવ્યાં છીએ.અમારે મેમની વાત સાંભળીને એકવાર તમને ફોન કરીને પુછવું જોઇતું હતું."સિક્યુરિટી ઇન્ચાર્જે કહ્યું. "સોરી સર,મારી