લક્ષ્મીની કૃપા મળે તો ન્યાલ થઈ જવાય છે, ને જો રિસામણા કરે લક્ષ્મી તો પાયમાલ થઈ જવાય છે, સાચવીએ એને સદગુણો ને ભાવ ભક્તિથી, તો વસશે વાદળ બનીને મનથી ધનવાન થઈ જવાય છે, ખર્ચશો એને જો સદભાવના ને ધર્મમાં, તો સાચા અર્થમાં લક્ષ્મીનારાયણ થઈ જવાય છે. સાચી વાત છે ને મિત્રો, સાચા ને સારા કામ માટે વાપરેલું ધન દાન કેવાય છે, પણ ખરાબ ને ખોટા રસ્તે વાપરેલા પૈસા ઐયાશી કેવાય છે. અહી પણ એવું જ છે, આદર્શ પૈસા બનાવતો જાય, શ્વેતા દાન ધર્મ કરતી જાય, ને મીરા ને પરાગ બન્ને ઐયાશી કરતા જાય છે. પબ, ડિસ્કો, નાઈટ આઉટ, મુવી, પાર્ટી,