ચેહરે-રાકેશ ઠક્કરઅગાઉ હલ્કી-ફુલ્કી ફિલ્મો બનાવતા નિર્દેશક રૂમી જાફરીની અમિતાભ-ઇમરાન જેવા સ્ટાર સાથેની 'ચેહરે' માં એક બંગલામાં ન્યાય તોળવાની વાર્તા અલગ પ્રકારની છે અને એક નવો પ્રયોગ છે. જેમાં તારીખ પર તારીખ આપવાને બદલે એક જ સુનાવણીમાં ન્યાય કરવામાં આવે છે. લેખક સારા વિષયને વિશ્વસનીય બનાવવામાં સફળ થયા નથી. બે કલાકની ફિલ્મ એક જ ઘરમાં બતાવવામાં આવનાર હોય ત્યારે મજબૂત પટકથા જોઇએ. સીધી સરળ વાર્તા પર વધારે મહેનત ના થઇ અને ડાયલોગબાજી પર જ ધ્યાન આપવામાં આવ્યું. થિયેટરમાં એક નાટક જોતા હોય એવો પણ અનુભવ થાય છે. ફિલ્મના ઘણા દ્રશ્યોમાં હવે પછી શું થશે તેનો અંદાજ આવી જાય છે. આનાથી વધુ