એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૨

  • 5.2k
  • 2.6k

સલોનીને આમ નકુલને પ્રપોઝ કરતી જોઈને દેવને બહુ જ તકલીફ થઈ હતી.એનું દિલ તૂટી ગયું હતું.એને જાણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવું લાગતું હતું.પણ એની આંખો એકદમ કોરી હતી.એ નોર્મલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.નિત્યા દેવની આ હાલત જોઈ શકતી હતી પણ હાલ કઈ બોલાય એમ ન હતું.નિત્યાને પણ મનોમન દેવને આ હાલતમાં જોઈ બહુ જ દુઃખ થઈ રહ્યું હતું. "તું મજાક કરે છે?"નકુલે સલોનીને પૂછ્યું. "હું સિરિયસ છું નકુલ"સલોની સ્થિર અવાજે બોલી. "પણ........" "પણ શું નકુલ?" "મને વિચારવા માટે સમય જોઈએ છે" "આપણે છ મહિનાથી રીલેશનશીપમાં છીએ તો હજી તું નક્કી નથી કરી શકતો" "તું જાણે છે ને