સ્ત્રી સંઘર્ષ...ભાગ 26

  • 3.2k
  • 1
  • 1.4k

હોસ્પિટલના બહાર બેન્ચ પર બેસેલી રુંચા પોતાના જ વિચારોમાં મસ્ત હતી. તે ક્યાંય પોતાનું ભાન ભૂલીને હર્ષ ના વિચારો જ કરી રહી હતી અને તેના વિચારોનો એકમાત્ર એહસાસ તેને મનમાં ગુદગુદાવી રહ્યો હતો હજી તે સમજી શકતી ન હતી કે શું આ સત્ય પણ હોઈ શકે કે અર્ચના માત્ર ગડમથલ વાતો કરી રહી છે પરંતુ તે સીધી રીતે હર્ષ ને પૂછી શકતી પણ ન હતી. ત્યાં જ અચાનક તેના ખભા પર એક હાથ આવ્યો .. તેણે પાછળ ફરીને જોયું તો તે જેના વિચારો કરી રહી હતી અને સવારથી જ જેને મળવાની આતુરતા માં હતી તે હર્ષ