સ્ત્રી સંઘર્ષ...ભાગ 23

  • 3.9k
  • 1
  • 1.6k

બંને વચ્ચે મૌન સંવાદ કઈક અલગ રીતે જ ચાલી રહ્યો હતો. ના દોસ્તી વધુ હતી ના નિકટતા પરંતુ ધીરે ધીરે બંને એકબીજા માટે સારો અનુભવ કરી રહ્યા હતા ભલે શરૂઆત એક નકારાત્મકતાને કારણે થઈ પરંતુ સમય સાથે એક સકારાત્મક અભિગમ પણ બંનેને એકબીજાનો દેખાઈ રહ્યો હતો આજે હર્ષ રુચાના વગર કીધે જે લાગણી સમજી શક્યો હતો તે કદાચ તે પોતાના નિકટના લોકોને પણ શબ્દો સાથે ન સમજાવી શકે પરંતુ રુચા પાસે આભાર વ્યક્ત કરવાની કે ભાવના બતાવવાની તાકાત ન હતી. હવે તે હર્ષ માટે વધુ ને વધુ વિચારી રહી હતી કદાચ તેનું આ રીતે સ્પર્શી જવું