શાળાનો ઉનાળુ સત્ર ઝડપથી પૂરું થવાનું હતું. તો આ બાજુ રેખા અને રાજીવ પોતાની નોકરી અને રોજિંદા જીવનને કારણે સોહા પૂરમાં જ રહેતા હતા. બાપુજી પણ તેમની સાથે જ હતા મોહન અને વિરાટ બંને પોતાના કામ અને ધંધાર્થે અલગ થઈ ચૂક્યા હતા પરંતુ હજી પણ રેખા અને રાજીવ ને કારણે પરિવાર વાર તેહવાર એકાદ વાર ભેગો થઈ જતો . બાપુજી આ બધું જોઇને નિ:સાસો નાખી જતા પરંતુ રાજીવ અને રેખા પ્રત્યે તેમને ગર્વ થઈ આવતું. કિરણના વિરાટ પ્રત્યેના લાડ ને કારણે આ બંનેએ ખુબ જ મુશ્કેલી વેઠી હતી. નાના ભાઈઓ ની જવાબદારી અને તેમની જીદ સાચવવી