૩૧ મોહનલાલએ તેની ઓળખાણથી રગનાથ મર્ડર કેસમાંથી નાનજી, રામપાલ અને સવાઇલાલને બહાર કાઢ્યા હતા અને દેવજીને પણ મજબૂરીમાં જેલથી નિર્દોષ છોડાવવો પડ્યો હતો. જેલમાંથી નીકળીને દેવજીકાકા સિંહનિવાસ આવ્યા ત્યારે ઘર સમશાન જેવું શાંત હતું અને બધાં સફેદ વસ્ત્રોમાં હતાં. "સાંજ ક્યાં છે?" દેવજીકાકાએ રતનને પૂછ્યું, રતનએ નીરજના ઓરડા તરફ આંગળી કરી અને ફરીથી તેનું કામ કરવા લાગી. દેવજીકાકાએ નીરજના ઓરડાના અર્ધખુલ્લા બારણા પર ટકોરો મારવા હાથ આગળ કર્યો અને તેમની નજર નીરજની હાર ચડાવેલી તસ્વીર પર પડી. "સાંજ...." દેવજીકાકા બારણું ખોલીને અંદર આવ્યા. સાંજએ દેવજીકાકા સામે જોયું, તેનો ચેહરો પથ્થરમાંથી કોતરીને બનાવેલી મૂર્તિની જેમ ભાવનાવિહીન હતો. "આ બધું કેવી રીતે