તારી એક ઝલક - ૨૨

(19)
  • 3.6k
  • 1
  • 1.4k

એશ્વીએ પોતાનાં મિત્રને તેજસ પાછળ લગાવી દીધો હતો. એ જાણીને ઝલકને થોડી શાંતિ થઈ. પરંતુ તેજસ અચાનક લંડન ગયો અને ફોન પણ બંધ કરી દીધો. એ વાતે ઝલક હજું પણ ગુંચવણમાં હતી. એ કંઈક વિચારી રહી હતી. ત્યાં જ કેયુર એની પાસે આવ્યો. એ આવીને ઝલક પાસે બેસી ગયો, "તમે શું વિચારી રહ્યાં છો?" કેયુરે પૂછ્યું."કંઈ નહીં, તું બોલ તું ખુશ છે ને?" ઝલકે પ્રેમથી કેયુરના ગાલ પર હાથ મૂકીને પૂછ્યું."હાં, હું ખુશ છું અને મોનાલિસા સામે લડીને ખુદને નિર્દોષ સાબિત કરવા પણ તૈયાર છું." કેયુરે કહ્યું.કેયુરને ઘણાં સમય પછી આટલો ખુશ જોઈને ઝલકને શાંતિ થઈ. એ બહાર આવીને ડીનરની