કુલ્ટાની દીકરી

(33)
  • 3.9k
  • 1
  • 1.5k

કુલ્ટાની દીકરી અમર ત્રણ ભાઈ અને એક બહેન વચ્ચે સૌથી નાનો અને લાડકવાયો હતો. પરંતુ એ લાડકવાયો ત્યાં સુધી જ રહ્યો જ્યાં સુધી તેણે લગ્ન નહોતા કર્યા. બન્ને ભાઈઓ અને બહેનના લગ્ન સમાજમાં જ સારી રીતે કર્યા હતા. અને એ લગ્નો કરાવવામાં મુખ્ય ભૂમિકા અમરની માતાની હતી... અમરના પિતા સીધા સાદા અને ભગવાનના માણસ હતા. પરંતુ અમરની માતા કડક સ્વભાવની ગુસ્સેલ અને થોડી આખાબોલી અને પોતાનું ધારેલું જ કરવાની મમત વાળી હતી. એટલે જ જ્યારે અમર, આકૃતિની વાત લઈને આવ્યો ત્યારે ઘરમાં મહાભારત થયું. આકૃતિની માતાની છાપ