રહસ્યમય દેરી

(23)
  • 4.4k
  • 1.5k

આજેય આ ઘટના યાદ આવે ત્યારે રૂવાડા ઉભા થઈ જાય છે, એવી ઘટના છે કે મને મારી ધેલાછાએ મોત સુધી પહોંચાડી દીધી હતી. નેહા ખૂબ બહાદૂર છોકરી હતી. સંસ્કારથી ભરેલી નેહા સુંદર પણ એટલી જ હો! ઉંચી, પાતળી, રૂપાળી અને નમણી. અને તેમા પાછો જૂવાનીનો જોષ. એની અલ્લડતાની તો શું વાત કરૂ? બસ એને જોવા વાળા જોતા જ રહી જાય. નેહા રોલવાલા કોલેજમા બી.એસ.સી ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. કોલેજમા તેના પરમ મિત્રોમા જય, કૃતિ, કરન અને મિલન. આ પાંચેય હંમેશા સાથે જ જોવા મળે. ભણવામા, રમત-ગમતમા બધામા હોંશિયાર. દરેક કાર્ય ઉત્સાહથી કરે. પણ કહેવાય છે ને કે દરેક