એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૦

(11)
  • 5.9k
  • 2.6k

સાંજે કોલેજ પત્યા પછી દેવ અને નિત્યા બાકીના સ્ટાફ સાથે એચ.ઓ.ડી સરે આપેલી પાર્ટીમાં ગયા.ત્યાં એ લોકોએ વાતો કરી,સરે થેંક્યુંની સ્પીચ આપી અને નાસ્તો કર્યો.આ બધામાં દેવ કઈક અલગ દુનિયામાં જ ખોવાયેલો હતો.એ થોડી થોડી વારે ઘડિયાળ તરફ જોતો હતો.એને સલોનીને મળવાની બહુ જલ્દી હતી.એ વિચારતો હતો કે ક્યારે આ બધું પતે અને એ સલોનીને મળવા જાય.એના મનમાં સલોનીએ કહેલા શબ્દો જ ગુંજતા હતા,"મારે તને કઈક કહેવું છે"આંખો બંધ કરીને દેવ મનમાં જ ભગવાનને થેંક્યું બોલ્યો અને કહ્યું,"કદાચ તમે સલોનીને મારી સાથે બીજી વાર ભેટ એટલા માટે કરાવી છે કે હું એને મારા મનની વાત કરી શકું" અને મનમાં જ