ઘર - (ભાગ-6)

(18)
  • 4.3k
  • 2.2k

અનુભવ ઓફિસનું થોડું ઘણું કામ પતાવી સવા દસ વાગ્યે ગ્રીન પાર્ક પહોંચ્યો. ત્યાં જઇ રાબેતા મુજબ નારીયેલીના ઝાડની સામેની બેંચે બેઠો.“કેટલાં વર્ષે આવ્યો હું આ પાર્કમાં.કેટલું બધું બદલાઇ ગયું.મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જ્યાં હું હંમેશા તેની હાજરી ઝંખતો હતો ત્યાં જ બેસીને તેની ગેરહાજરીનું કારણ પૂછીશ.”તેની આંખો ભીની થઇ ગઇ.અનુભવનો ફોન ક્યારનો રણકી રહ્યો હતો પણ એતો ભૂતકાળનાં વીતેલાં અદભુત ક્ષણો ફરીથી જીવવામાં મશગુલ હતો.… કોલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતી પ્રીતિ પોતાનાં રૂમમાં તૈયાર થઇ રહી હતી.તેણે વાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. પોતાનાં લાંબા વાળોને પોનિમાં બાંધ્યા હતાં. કાનમાં પહેરેલાં નાના ઝૂમખાં તેને વધુ સુંદર બનાવી રહ્યાં હતાં.“ઓહો, શું વાત