દહેશત - 21 - છેલ્લો ભાગ

(107)
  • 6.1k
  • 3
  • 3.1k

મેલિસાના પ્રેતે જાણે કોઈ અદૃશ્ય શક્તિના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને જોશભેર સબ ઈન્સ્પેકટર જિમીના પેટમાં ચપ્પુ ખોંપી દીધું. ખચ્‌....! ‘નહિ....!’ જિમીની બાજુમાં ઊભેલી સોફિયાના મનમાં ચીસ સાથે આ શબ્દ ગૂંજ્યો, પણ તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હતી, એટલે તેના મોઢામાંથી આ ચીસ-આ શબ્દ નીકળી શકયો નહિ. તો પેટમાં ચપ્પુ ખૂંપતાં જ જિમીની આંખો અને ચહેરા પર પીડા ઊતરી આવી. જ્યારેે મેલિસાના પ્રેતના ભયાનક ચહેરા પર ક્રૂરતાની સાથે જ ખૂની ખુશી ઝળકી રહી હતી. મેલિસાના પ્રેતે એક અટ્ટહાસ્ય કરતાં જિમીના પેટમાંથી ચપ્પુ બહાર ખેંચ્યું.