વસુધા - વસુમાં - પ્રકરણ-5

(60)
  • 8.4k
  • 4.7k

વસુધાપ્રકરણ-5 વસુધાનાં માં-પાપા એમની દૂરની બહેન દિવાળીબહેનનાં ઘરે ગયાં જે એમનાં ઘરે જતાં રસ્તામાં પડતું બતું વળી દિવાળી બહેનને કોઇ સંસાર નહોતો તેઓ વિધવા હતાં.. ના છોકરા છૈયા એકલાં હતાં. એમણે પુરષોત્તમભાઇને પૂછ્યું તમને કેવો લાગ્યો છોકરો કુટુંબ અને માણસો ? પુરષોત્તમભાઇ અને પાર્વતીબહેન એકબીજા સામે જોયું પછી પાર્વતીબહેન બોલ્યાં કુટુંબ અને માણસો ઘણાં સારાં છે તમે બતાવો ઘર પછી એમાં જોવાનું હોય. પણ.. પણ.. છોકરો માત્ર સાત ચોપડીજ ભણ્યો છે એ જરા... ત્યાંજ દિવાળીબહેને કહ્યું અરે પાર્વતી એકવાત સમજ આટલી ખેતી-ઢોર અને દૂધ.. ખેતીમાં મબલખ આવક હોય ખાનાર ત્રણ જણાં એકનો એક દીકરો -દિકરી સરલા પરણાવી દીધી છે. એય