પ્રેમની ક્ષિતિજ - 13

  • 3.3k
  • 1
  • 1.5k

રોમાંચકતા હૃદયને પ્રેરણા આપતું એક સુંદર તરંગી પણું, અને એકવાર આ રોમાંચ વિચારોમાં એક રસ થઇ જાય પછી હૃદયને યુવાની બક્ષવામાં ઉમર કે પરિસ્થિતિ અસર ન કરી શકે..... જીવનના અંત સુધી પોતાને ખુશ રાખવાનો રોમાંચ તો છે જેના માટે દરેક વ્યક્તિ જાણી-અજાણ્યે દરરોજ આવતા નવા જીવનને આવકારે છે. મૌસમ આલયમય બની ગઈ અને આલય મૌસમમમય.... એકબીજા દ્વારા એક બીજામાં મુકાયેલી માયા બંનેને ખુશ કરી ગઈ. આલયને જલ્દી જલ્દી તૈયાર થતાં જોઈ વિરાજને આશ્ચર્ય થયું. વિરાજ બેન :-"આલય કેમ આજે ઉતાવળમાં?" આલય :-" કંઈ નહીં મમ્મા બસ કોલેજ જવાની ઉતાવળ છે." વિરાજ બેન :-"અરે