આગે ભી જાને ના તુ - 44

  • 2.7k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૪૪/ચુમ્માલીસ ગતાંકમાં વાંચ્યું.... સુજાતા અને અનંતરાયની સામે અચાનક અનન્યા આવી ચડે છે. જોરવરસિંહ અને કનકબા કેશવપર જાય છે અને ત્યાં પણ રહસ્યમય વ્યક્તિનો ફોન આવે છે. રતન અને રાજીવ હજી આઝમગઢમાં અવઢવભરી સ્થિતિમાં છે.... હવે આગળ...... હમમમ....એ મૂંગુ પ્રાણીય પ્રેમનું ભૂખ્યું હોય અને રતનની પણ હેવાઈ છે એટલે રતનની ગેરહાજરી એનેય સાલતી હશે... જોરુભા એક વાત કિયો, રતન એના શહેરવાળા મિત્ર જોડે ગયો છે ક્યાં?" "આઝમગઢ" જોરવરસિંહ જવાબ આપે એ પહેલાં જ કનકબાના મોઢેથી શબ્દો સરી પડ્યા. "આઝમગઢ........!" હવે ચોંકવાનો વારો નટવરસિંહ અને વસુમતીનો હતો. "શું બોલ્યા તમે, ફરીથી બોલો" નટવરસિંહ અને વસુમતીએ એકસાથે શબ્દો ઉચ્ચાર્યા. "આ....આઝમગઢ"