રિવાંશ

(15)
  • 3.5k
  • 1.2k

રિવાંશ “રીવા,જલ્દી કર.તારે સ્કુલે પહોંચવામાં મોડું થઇ જશે.”કુંજલે રૂમમાં આવીને કહ્યું. “હા ભાભી,બસ એક જ મિનિટ.”રિવાએ ઘડિયાળ પહેરતાં કહ્યું. કુંજલ એ રીવાનાં મોટાં ભાઇ રેહાનની પત્ની હતી.પણ રીવા અને કુંજલ હંમેશા બે સહેલીઓની જેમ જ રહેતી. “મારી વ્હાલી નણંદ, હવે ટાઈમે તૈયાર થતાં શીખી જા.”કુંજલે સોફા પર બેસતાં કહ્યું. “કેમ?”રિવાએ પૂછ્યું. “રીવા, તારું બારમું ધોરણ પુરું થાય એટલે મારાં ભાઇ શોર્ય જોડે તારાં લગ્ન નક્કી થઇ જશે.અને તને તો ખબર છે કે મારાં ઘરમાં બધાં સમયનું કેટલી સખ્તાઈથી પાલન કરે છે.”કુંજલે કહ્યું. “હું અત્યારથી કોઈની સાથે લગ્ન નહીં કરું.”રીવાએ મોં ફુલવીને કહ્યું. “રીવા, તારે અત્યારે માત્ર સગાઇ જ કરવાની છે.