નાગમણિ - ભાગ 1

  • 3.6k
  • 1.2k

નાગમણી ભાગ: 1. લેખક: નાગરાજ "હ્ર્દય" ધીરે ધીરે આદિત્ય પોતાના પ્રકાશ પુંજ સાથે અવનીના ખોળામાં રમીને ઉભો થઈ રહ્યો હતો. તેના સુવર્ણ કિરણો પોતાના પિયુને મળવા અધીરા થયા હોય તેમ પુરી પૃથ્વી પર ચોમેર દોડી રહ્યા હતા. અંતે પૂર્ણતઃ આદિત્ય ઉભો થયો. તેના કિરણો પોતાના પિયુ પર્વતરાજને મળ્યા. તેથી તે પર્વત પર રમણીય અને મનભાવન પ્રાકૃતિક દ્રશ્ય પ્રગટ થવા લાગ્યા. તે પર્વત પર અવનવા પંખીઓ પ્રભાત સમયે જાગીને પોતાના સુમધુર સ્વરમાં પ્રભુની પ્રાર્થના કરતા હોય તેમ કર્ણપ્રિય સ્વરે કલરવ કરતા હતા. આ ઉપરાંત ખળ ખળ વહેતા નિર્મળ ઝરણાઓ તેને તાલ આપી રહ્યા હોય તેમ ઉપર નીચે પગલાં ભરતા ભરતા આગળ વધી