તારી એક ઝલક - ૨૧

(21)
  • 3.3k
  • 1
  • 1.4k

તેજસ અને જાદવ પોતાનું કામ ખતમ કરીને ફરી હોટલે આવી પહોંચ્યાં. રૂમમાં આવીને તરત જ તેજસે કોઈકને એક મેસેજ મોકલી દીધો. પછી એણે તરત જ બેડ પર લંબાવ્યું. આજે ઘણાં સમય પછી એને આ શતરંજનો ખેલ સમજમાં આવી રહ્યો હતો. એ વાતે એને થોડી ખુશી હતી."ભાઈ! તમારાં દિમાગમાં શું ચાલી રહ્યું છે?" જાદવે હાથ મોં ધોઈને પૂછ્યું."મેં મારી રીતે પ્લાન બનાવી લીધો છે. હવે એ મુજબ જ આગળ વધવાનું છે. તું બસ જોયાં કર." તેજસે સૂતાં સૂતાં જ પગ પર પગ ચડાવીને કહ્યું."આજે તમે કંઈક મૂડમાં લાગો છો. તો થોડું લંડન ફરતાં આવીએ?" જાદવે તેજસ પાસે બેસીને પૂછ્યું."ક્યાં જાશું?" તેજસે