શુભારંભ - ભાગ-૪

  • 4.3k
  • 1.2k

મંદાકિની શાહ પોતાના રૂમમાં મા આંટાફેરા કરી રહ્યા છે.મહેકે આપેલ રિતિકા પટેલ નો ફોટો વારંવાર જોઈ રહ્યા છે અને વિચારે છે કે આ મારા ઘરની લક્ષ્મી બની શકશે??શું આ અંશને સમજી શકશે.અચાનક પોતાના વફાદાર સેવક ભૈરવ એમને બોલાવે છે. ભૈરવ : દાદીમા !!તમે જે પરિવાર વિશે માહિતી કાઢવાનું કીધું હતું તે માહિતી આવી ગઈ છે. મંદાકિની શાહ (રુઆબ સાથે) : હા બોલ ભૈરવ!શું તે પરિવાર આપણા લાયક છે??શું આપણા સંસ્કાર અને ગરિમાને યોગ્ય છે તે પરિવાર ?? ભૈરવ : જી બિલકુલ યોગ્ય છે મંદાકિની શાહ :સારૂ નિહારિકા મેમને કહજે હું બોલાવું છું એમને. ભૈરવ નિહારિકા ને બોલાવી જતો રહે છે.