હાઇવે રોબરી 23 રાતના અગિયાર વાગ્યા હતા. ખન્ડેર મંદિરની ચારે બાજુ એક દિવાલ હતી. એક જ દરવાજા માંથી અંદર પ્રવેશી શકાતું હતું. થોડું ચાલ્યા પછી મંદિર આવતું હતું. આજુબાજુની અમુક દિવાલ હજુ અકબંધ હતી. પણ મુખ્ય દરવાજા બાજુનો કેટલોક ભાગ તૂટી ગયો હતો. છતાં મંદિરમાં આવવું હોય તો એ દરવાજામાં થઇને જ આવવું પડે એમ હતું. મંદિરની બાજુમાં બે રૂમ પણ તૂટેલી હાલતમાં હતી. એમાં એક રૂમની હાલત કંઇક ઠીક હતી. પણ એથી વિશેષ એ રૂમ માંથી મંદિરના તૂટેલા દરવાજા તરફ નજર રાખી શકાય તેમ હતી. જવાનસિંહે એ રૂમ નો આગળ