જર્જરિત મહેલ - 2

(11)
  • 4.2k
  • 1.5k

આગળના ભાગમાં આપણે જોયું કે, નવયુવાન ટીમ બહાદુર ના સભ્યો શિવરાજગઢ પહોંચી ગયા છે.હવે આગળ...શિવરાજગઢ ના પાદર માં બસ ઊભી રહી અને બધા નીચે ઉતર્યા. દાયકાઓ ની થપાટો ખાઇ ખાઇને જીર્ણ થયેલ નગરના દરવાજા પાસે આવીને બધા ઉભા. એક નજરમાં તેઓ નગરના આ દ્રશ્ય ને જાણે માપી લેવા માંગતા હતાં. રાતનો અંધકાર ઓઢીને નગર જાણે પોઢી ગયું હતું. સુનસાન રસ્તાઓ પર એકલદોકલ માણસો પસાર થતા દેખાતા હતા.આવા સમયે બધા મિત્રો ગામમાં પ્રવેશ કરે છે. દરવાજામાં દાખલ થતાં જ ડાબી બાજુ કોઈ દેવીનું મંદિર આવેલું હતું. પ્રાચીન સમયના આ મંદિરની મૂર્તિ પણ કંઈક વિશિષ્ટ દેખાતી હતી. બધા મિત્રોએ ત્યાંના સ્થાન દેવીને