પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨રેતાનો અવાજ સાંભળીને બધા ચમકી ગયા હતા. જાગતીબેનને થયું કે એમણે સ્પષ્ટ ના પાડી હોવા છતાં એ શા માટે આવી છે? અને ગીત ગાઇને કેમ વિક્ષેપ પાડી રહી છે? જો રેતાને રોકવામાં નહીં આવે તો પોતે ગોઠવેલી આખી બાજી બગડી જશે. પોતાના આયોજનમાં રેતાને કોઇ સ્થાન નથી. જાગતીબેન પાછળ ફરીને બોલ્યા:"રિલોક, નાગદા એના મકાનમાં આવી ગઇ લાગે છે. દરવાજો ખૂલી રહ્યો છે. આ રેતા કેમ વચ્ચે લંગર નાખી રહી છે. એનો દરવાજો રેતાને કારણે અડધો જ ખૂલ્યો છે. તારે મારી સાથે આવવાનું છે. પણ અત્યારે પહેલાં તું જઇને રેતાને અટકાવી દે. હું નાગદાના મકાન પાસે