એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૯

  • 5.8k
  • 1
  • 2.6k

દેવ અને નિત્યા સલોનીને જોઈને ચોંકી ગયા અને બંને એક સાથે બોલ્યા,"સલોની તું અહીંયા?" (સલોની મહેતા:-એક પૈસાવાળા બાપની ઘમંડી અને જિદ્દી છોકરી પૈસા તો પાણીની જેમ વાપરતી.દેખાવડી હોવાના કારણે કોલેજ ટાઈમે કોલેજના બધા જ છોકરાઓ એની આગળ-પાછળ ફરતા.એને જોઈને કોઈ સીટી મારે અને એની વાતો કરે એ એને બઉ ગમતું.ટૂંકમાં કહું તો શોઓફ કરવાનો એને બહુ જ શોખ.જિદ્દી એટલી કે એને જે ગમે એ એનું જ હોવું જોઈએ ચાહે એ વસ્તુ હોય કે વ્યક્તિ. ગમે તે રસ્તે જઈને એ એને મેળવી જ લેતી.આ બધા જ અવગુણો સાથે એનામાં એક વસ્તુ સારી હતી કે જે હોય એ બધું જ મોઢા પર